40 પણ માર્થા ખાવાનું રાંધતી-રાંધતી હેરાન થય, અને એની પાહે આવીને કીધું કે, “ઓ પરભુ, મારી બેને મને કામ કરવા એકલી મુકી છે, એની શું તમને ચિંતા નથી? જેથી એને કેય કે, ઈ મને ઈ મદદ કરે.”
હાંજ પડી, તઈ એના ચેલાઓ એની પાહે આવીને કીધુ કે, આ ઠેકાણું ઉજ્જડ જગ્યામાં છે અને હવે વખત થય ગયો છે, ઈ હાટુ લોકોને વિદાય કર, જેથી તેઓ ગામમાં જાયને પોતાની હાટુ ખાવાનું વેસાતું લાવે.
જે અનાજ નાશવંત છે એને હારુ નય પણ જે અનાજ અનંતકાળના જીવન હુધી ટકે છે જે માણસનો દીકરો તમને આપશે એને હારું મેનત કરો કેમ કે, પરમેશ્વર બાપે એની ઉપર મહોર મારી છે.