પિતરે કીધુ કે, “હા.” અને ઈ ઘરમાં આવ્યો તઈ એના બોલતા પેલા ઈસુએ કીધુ કે, “સિમોન, એને શું લાગે છે, જગતના રાજાઓ કોની પાહેથી દાણ કા વેરો લેય છે? પોતાના દીકરાઓ પાહેથી કે પરદેશીઓ પાહેથી?”
બીજે દિવસે એણે બે દીનાર (બે દિવસની મજદુરી જેટલું) કાઢીને ઉતારાવાળાને આપીને કીધું કે, “એની સારવાર કરજે, અને જે કાય વધારે ખરચ થાહે, ઈ હું પાછો આવય તઈ તને આપય.”