34 જેથી ઈ એની પાહે ગયો, અને એના ઘા ઉપર જૈતુન તેલ અને દ્રાક્ષારસ રેડયો અને પછી પાટા-પીંડી કરીને પોતાના જનાવર ઉપર બેહાડીને ઉતારામાં લય ગયો, અને એની સારવાર કરી.
બીજે દિવસે એણે બે દીનાર (બે દિવસની મજદુરી જેટલું) કાઢીને ઉતારાવાળાને આપીને કીધું કે, “એની સારવાર કરજે, અને જે કાય વધારે ખરચ થાહે, ઈ હું પાછો આવય તઈ તને આપય.”