31 અને આવું થયુ કે એક યહુદી યાજક ઈ મારગે જાતો હતો, પણ આને જોયને મદદ કરયા વગર બીજી બાજુ વયો ગયો.
ઈસુએ એક વાર્તા દ્વારા જવાબ દીધો કે, એક માણસ યરુશાલેમ શહેરથી યરીખો શહેર બાજુ જાતો હતો, તઈ ઈ લુટારાઓના હાથમાં પડયો, અને તેઓએ એના લુગડા અને બધીય વસ્તુઓ જે એને પાહે હતી, ઈ આસકી લીધી, અને તેઓ એને મારીને અધમુઓ મુકીને વયા ગયા.
એમ જ એક લેવી, જે મંદિરમાં કામ કરવાવાળો પણ તેજ મારગે આવ્યો, પણ આને જોયને મદદ કરયા વગર બીજી બાજુ હાલ્યો ગયો