ઈસુએ ફરોશી ટોળાના લોકોને કીધું કે, “તમે લોકોને આગળ પોતાની જાતને ધાર્મિક બતાવો છો, પણ પરમેશ્વર તમારા હ્રદયમાં શું છે ઈ જાણે છે, કેમ કે જે કાય વસ્તું લોકોની નજરમાં ખાસ છે ઈ પરમેશ્વરની આગળ ખરાબ છે.”
ઈ સોખું છે કે, શાસ્ત્રનું પાલન કરવાથી કોય પણ પરમેશ્વરની હામે ન્યાયી નથી ઠરાવામાં આવતો કેમ કે, જે કોય પરમેશ્વરમાં વિશ્વાસ કરે છે એને ઈ ન્યાયી ઠરાવે છે અને ઈ સદાય જીવતો રેહે.