આપડે જાણી છયી કે, શાસ્ત્ર જે કાય કેય છે તેઓને જ કેય છે, જે શાસ્ત્રને આધીન છે ઈ હાટુ જેથી લોકોને બાના બનાવાથી રોકી હકે અને જગતના બધાય લોકો પરમેશ્વરની હામે ગુનાના જવાબદાર છે.
મુસાના શાસ્ત્રના નિયમોનું પાલન કરીને જીવવું અને મસીહ ઉપર વિશ્વાસ કરીને જીવવું એક હરખું નથી. જે આ બધીય વાતુનું પાલન કરશે, તેઓ ઈ બધાયનું પાલન કરીને જીવતો રેહે.