અને યહુદી નિયમના શિક્ષકોમાંના એકે આવીને હાંભળ્યું કે, ઈસુ અને સદુકી લોકો અંદરો અંદર શું વાતો કરતાં હતાં, આ જાણીને કે, એણે તેઓને હારી રીતેથી જવાબ આપ્યો, એણે પુછયું કે, “પરમેશ્વરે જેટલી પણ આજ્ઞાઓ આપી છે તેઓમાંથી બધાયથી ખાસ આજ્ઞા કય છે?”
કેમ કે, હું તમને કવ છું કે, તમે જે જોવો છો ઈ ઘણાય આગમભાખીયાઓ અને રાજાઓ જોવા માગતા હતાં, પણ તેઓએ જોયું નય; અને તમે જે હાંભળો છો, ઈ તેઓ હાંભળવા માગતા હતાં, પણ હાંભળ્યું નય.”
જો પરમેશ્વરે જે વાયદો કરયો છે એને મેળવવા હાટુ આપડે મુસાના શાસ્ત્રનું પાલન કરવાનું છે, તો એનો અરથ આ છે કે, આપડે ઈ કૃપા પરમેશ્વરનાં વાયદાના કારણે નથી મળી. પણ પરમેશ્વરે ઈબ્રાહિમને ઈ આશીર્વાદ ઈ હાટુ દીધો કેમ કે, એણે પેલા એને વાયદો કરયો હતો.