23 અને ઈસુએ ચેલાઓ તરફ ફરીને તેઓને ખાનગીમાં કીધું કે, “તમારી આંખુ આશીર્વાદિત છે કેમ કે, આ વાતોને ઈ જોવે છે.
કેમ કે, હું તમને કવ છું કે, તમે જે જોવો છો ઈ ઘણાય આગમભાખીયાઓ અને રાજાઓ જોવા માગતા હતાં, પણ તેઓએ જોયું નય; અને તમે જે હાંભળો છો, ઈ તેઓ હાંભળવા માગતા હતાં, પણ હાંભળ્યું નય.”