જો તેઓ એક ઝેરીલા એરુને પણ ઉપાડી લેહે તો પણ હું તેઓનું રક્ષણ કરય, અને જો તેઓ કોય ઝેર પણ પીય લેય, તો પણ હું એનાથી તેઓને નુકશાન નય થાવા દવ. તેઓ મારા નામના કારણે માંદા લોકો ઉપર પોતાનો હાથ રાખશે અને માંદા લોકો હારા થય જાહે.”
અને જો કોય એને નુકશાન પુગાડવાની કોશિશ કરે છે, તો એના મોઢામાંથી આગ નીકળે છે અને એના વેરીઓનો નાશ કરી દેય છે, અને જો કોય એને નુકશાન પુગાડવાની કોશિશ કરશે એને આવી જ રીતે મારી નાખવામાં આયશે.