13 ઓ ખોરાજીન, તને હાય! હાય! ઓ બેથસાઈદા, જે સમત્કારી કામ તમારામાં કરવામાં આવ્યું, ઈ જો તુર અને સિદોન શહેરના લોકોમાં થયુ હોત, તો તેઓ ક્યારનાય પન્યો ઓઢીને અને રાખમાં બેહીને પસ્તાવો કરો હોત.
જે લોકો ખોટા અને ઢોંગી છે, જે આ પરકારનું ખોટુ શિક્ષણ આપે છે કેમ કે, ઈ પોતે નથી હમજતા કે, હાસુ કરી રયા છે કે, ખોટુ, એવી જ રીતે જેમ કે, એક ગરમ લોખંડથી દેહના માસને હળગાવી દેવામાં આવ્યો હોય અને ખબર પણ નો પડી હોય.