તઈ પાઉલ અને બાર્નાબાસે બીક વગર કીધું કે, “જરૂરી હતું કે, પરમેશ્વરનું વચન પેલા તમને હંભળાવવામાં આવ્યું હોત, પણ હવે તમે એનો નકાર કરો છો, અને આપણને અનંતકાળનું જીવન પામવા હાટુ લાયક નથી હમજતા, ઈ હાટુ હવે બિનયહુદી લોકોની પાહે આયશે.
દીકરો જ પરમેશ્વરની મહિમાનું અજવાળું છે, અને ઈ દરેક પરકારે પરમેશ્વરની જેવો છે, ઈ પોતાના પરાક્રમી વચનો દ્વારા ઈ બધાયને જે બનાવામાં આવ્યું છે એવું બન્યું રેવામાં મદદ કરે છે અને એણે લોકોને એના પાપોથી શુદ્ધ કરયા અને એની પછી સ્વર્ગમાં મહિમાવાન પરમેશ્વરની જમણી બાજુ બિરાજમાન થયો.