1 અને ઈ વાતુ થયા પછી, પરભુ ઈસુએ બીજા હિતેર ચેલાઓને નીમ્યા, ઈ દરેક શહેરમાં અને જ્યાં જગ્યામાં ઈ પોતે જવાનો હતો, ન્યા તેઓમાંના બે બેને પોતાની આગળ મોકલ્યા.
ઈ એક એવો માણસ હશે જે એલિયા આગમભાખયાની આત્મા અને સામર્થ્યની હારે હશે, ઈ પરભુનો મારગ તૈયાર કરશે. ઈ હાટુ કે, ઈ બાપાના મન છોકરા તરફ અને માનનારા ન્યાયીઓના જ્ઞાન પરમાણે હાલવાને ફેરવે, પરભુની હાટુ લાયક એવી પ્રજા તૈયાર કરે.