80 વખત હારે ઝખાર્યા અને એલીસાબેતનો બાળક મોટો થયો અને આત્મિક રીતે મજબુત થયો. પછી ઈ ઉજ્જડ પરદેશમા રયો, ન્યા રેતી વખતે પરમેશ્વરનાં ઈઝરાયલ દેશનાં લોકોમા પરસાર કરવા મંડો.
હું એને પેલા ઓળખતો હતો નય પણ હવે ઓળખું છું કે, ઈ કોણ છે, મારું કામ આવીને લોકોને જેઓ પોતાના પાપોની માફી માગે છે તેઓને જળદીક્ષા આપવી, જેથી ઈઝરાયલ દેશના લોકો જાણી હકે કે, ઈ કોણ છે.
આપોલસે શાસ્ત્રથી સાબિત કરીને બતાવ્યું કે ઈસુ જ મસીહ છે, અને જે યહુદી લોકો એનાથી વાદ-વિવાદ કરતાં હતાં, એને વચનથી કય કયને બધાયની હામે એની વાતોનો વિરોધ કરતો ગયો.