“હું તમને પાણીથી જળદીક્ષા દવ છું, જે આવનાર છે ઈ મારા કરતાં મહાન છે, હું તો એનો ચાકર બનીને એના પગરખાની વાધરી છોડવાને પણ લાયક નથી, ઈ તમને પવિત્ર આત્મા અને આગથી જળદીક્ષા આપશે.
યશાયા આગમભાખીયાએ જેના વિષે વાત કરી છે, ઈ આ યોહાન જળદીક્ષા કરનાર છે. યશાયા આગમભાખીયાએ કીધુ છે કે, “વગડામાં એક માણસ પોકારે છે, પરભુનો મારગ તૈયાર કરો અને એનો મારગ પાધરો કરો.”
સ્વર્ગદુતે એણે જવાબ આપ્યો કે, “પવિત્ર આત્મા તારા ઉપર આયશે, અને પરાત્પરનું પરાક્રમ તારી ઉપર છાયો કરશે, એટલે જે બાળક તારાથી જનમશે, ઈ પવિત્ર છે, અને ઈ પરમેશ્વરનો દીકરો કેવાહે.
પણ તમે તમારા દુશ્મનો ઉપર પ્રેમ રાખો, અને તેઓનું હારું કરો, પાછુ મળવાની આશા રાખ્યા વગર ઉછીનું આપો; અને તમને મોટો બદલો મળશે અને તમે પરમપ્રધાન પરમેશ્વરનાં દીકરા થાહો; કેમ કે ભલા અને પાપી લોકો ઉપર તેઓ દયાળુ છે.
યોહાને કીધું કે, જેમ યશાયા આગમભાખીયાએ લખ્યું છે કે, “વગડામાં પોકારનારની વાણી હું છું,” જેમ લોકોએ એક મુખ્ય અધિકારી હાટુ મારગ તૈયાર કરે છે; એમ તમે પરભુનો આવકાર કરવા હાટુ પોતાની જાતને તૈયાર કરો.