જેમ કે, જગતની સૃષ્ટિની શરૂઆત પેલા જ મસીહની હારે આપડી એકતાના કારણે પરમેશ્વરે આપણને પોતાના થાવા હાટુ ગમાંડ્યા. જેથી આપડે એના પ્રેમમાં પવિત્ર અને દોષ વગરના થય હકી.
કેમ કે, આપડે પરમેશ્વરની રસના છયી, અને મસીહ ઈસુમાં ઈ હારા કામો કરવા હાટુ આપણને રસવામાં આવ્યા, જેને પરમેશ્વરે પેલાથી જ એમ ઠરાવ્યું હતું કે, આપડે ઈ પરમાણે હાલી.
મારા વાલા વિશ્વાસી ભાઈઓ અને બહેનો, છેલ્લી વાત આ છે કે, તમારુ જીવન જીવવાથી પરમેશ્વરને કેવી રીતે રાજી કરવા ઈ અમારીથી શીખા છો, અને એમ જ તમે જીવો છો, ઈ હાટુ અમે પરભુ ઈસુ મસીહના નામમાં તમારીથી વિનવણી કરી છયી, અને તમને હંમજાવી પણ છયી કે, તમે એમા વધતા જાવ.
હે મારા વાલા વિશ્વાસી ભાઈઓ અને બહેનો, અમારે સદાય તમારા હાટુ પરમેશ્વરનો આભાર માનવો જોયી કેમ કે, પરમેશ્વરે જગત બનાવ્યા પેલા જ તમને ગમાડી લીધા હતા, જેથી તમે હાસાય ઉપર વિશ્વાસ કરીને પવિત્ર આત્મા દ્વારા પવિત્ર બનીને તારણ મેળવો.
કેમ કે, પરમેશ્વરે આપડુ તારણ કરયુ છે, અને પવિત્ર જીવન જીવવા હાટુ બોલાવીયા છે. ઈ આપડા હારા કામ કરવા હાટુ નય, પણ એની યોજના અને એની કૃપા પરમાણે છે, પરમેશ્વરે આ જગતને બનાવ્યા પેલા જ, મસીહ ઈસુને દુનિયામાં મોકલીને પોતાની કૃપાથી આપણને બસાવાની યોજના બનાવી લીધી હતી.