7 પણ તેઓને બાળક નોતું કારણ કે, એલિસાબેત વાંઝણી હતી. અને ઈ બેય ગવઢાં હતાં,
જઈ હેરોદ યહુદીયા જિલ્લામાં રાજ કરતો હતો, ઈ વખતે અબિયાના નામ ઉપરથી બનેલો યાજક વર્ગમાંથી ઝખાર્યા નામે એક યાજક હતો, એની બાયડી એલિસાબેત જે હારુનની દીકરીઓમાંની એક હતી.
ઈ બેય પરમેશ્વરની આગળ ન્યાયી હતાં અને નિર્દોષ રીતે હાલતા હતાં અને પરભુની બધીય આજ્ઞાઓને પાળતા હતા.
એક દિવસ જઈ ઝખાર્યા એના વર્ગના વારા પરમાણે પરમેશ્વરનાં મંદિરમાં યાજકપદની સેવા કરતો હતો.
ઈ પોતે લગભગ હો વરહનો હતો. એનો દેહ મરવા જેવો થય ગયો હતો અને સારાને ગર્ભસ્થાને બાળક જણવાની કોય ખાતરી નોતી તોય ઈ વિશ્વાસમા નબળો પડયો નય.
વિશ્વાસના કારણે જ સારા ગયઢી થય ગય હતી; તો પણ બાળકોને પેદા કરવામાં સામર્થ્ય પામી, કેમ કે એને ખાતરી હતી કે, પરમેશ્વરે જે વાયદો કરયો છે એને પુરો કરશે.