67 એના બાપ ઝખાર્યાએ પવિત્ર આત્માથી ભરપૂરી થયને એવો આગમવાણી કરવા લાગ્યો કે,
કેમ કે, ઈ પરમેશ્વરની આગળ મોટો થાહે, અને બધાય પરકારના નશાવાળી વસ્તુઓં કે દ્રાક્ષારસ કોય દિવસ પીહે નય. ઈ એના જનમ પેલા પવિત્ર આત્માથી ભરપૂર થાહે.
જઈ એલિસાબેતે મરિયમની સલામ હાંભળી, તઈ બાળક એના પેટમાં હલવા મંડુ, અને એલિસાબેત પવિત્ર આત્માથી ભરપૂર થય.
તઈ ઈ બધાય પવિત્ર આત્માથી ભરપૂર થયા, અને જે વરદાન પવિત્ર આત્માએ દીધા, એની પરમાણે અલગ અલગ ભાષામાં બોલવા મંડયા.
તો કેમ તેઓને આપડે આપડી પોત પોતાની માતૃભાષામાં બોલતાં હાંભળી છયી.
તઈ અનાન્યા એના ઘરમાં ગયો, ન્યા શાઉલ રોકાણો હતો, અને એના ઉપર એનો હાથ રાખીને કીધું કે, “હે ભાઈ શાઉલ, પરભુ એટલે ઈસુ, જે મારગમાં તને દેખાણો, જ્યાંથી તુ આવતો હતો, એણે મને મોકલ્યો છે કે, તુ પાછો જોય હક, અને પવિત્ર આત્માથી ભરપૂર થા.”
કેમ કે, આગમવાણી કોય દિ માણસની ઈચ્છા પરમાણે આવી નથી, પણ શિક્ષકો પવિત્ર આત્માની પ્રેરણાથી પરમેશ્વરનાં સંદેશાને બોલ્યા.