વખત હારે ઝખાર્યા અને એલીસાબેતનો બાળક મોટો થયો અને આત્મિક રીતે મજબુત થયો. પછી ઈ ઉજ્જડ પરદેશમા રયો, ન્યા રેતી વખતે પરમેશ્વરનાં ઈઝરાયલ દેશનાં લોકોમા પરસાર કરવા મંડો.
તમારો વિશ્વાસ અને પ્રેમ તમારી ઈ આશા ઉપર આધારિત છે જે તમારી હાટુ સ્વર્ગમા રાખી છે, તમે પેલાથી જ એના વિષે હાંભળ્યું છે, જઈ પેલીવાર લોકો તમારી પાહે આવ્યા અને તમને ઈસુ મસીહના વિષેમા હારા હમાસાર હંભળાવી, જેમ કે, પરમેશ્વરનો હાચો સંદેશ છે.