આ કારણથી કે, પરમેશ્વરને જાણયા પછીય તેઓએ એને પરમેશ્વરનાં રૂપમાં માન આપ્યુ નય, અને આભાર માન્યો નય, પણ ઈ પુરી મુરખાયથી વિસારે છે તેઓ એવી રીતે નથી વિસારતા જેમ તેઓને વિસારવુ જોયી, એટલે તેઓના મન આંધળા થયા છે.
એના દ્વારા આપડે ઈ દરેક વિરોધને, ઈ દરેક અભિમાન કરવાવાળાને, જે પરમેશ્વરનાં જ્ઞાનની વિરુધ માથું ઉસુ કરે છે એને પછાડી દેય છે, અને દરેક વિસારોને કાબુ કરીને મસીહને આધીન બનાવી દેય છે.
હવે હું તમને જુવાનને એમ કેય કે, તમારે સભામાં ગવઢા વડવા માણસોની વાતનું પાલન કરવુ જોયી. તમારે બધાય વિશ્વાસીઓને એક-બીજાની પ્રત્યે નમ્રતાથી કામ કરવુ જોયી, કેમ કે, આ હાસુ છે કે, “પરમેશ્વર અભિમાની માણસનો વિરોધ કરે છે, પણ ઈ એની હારે કૃપા કરે છે જે નમ્ર છે.”
એની લીધે એની ઉપર અસાનક મુશ્કેલીઓ આવી પડશે. ખાલી એક જ દિવસમાં બીમારી, હોગ અને દુકાળ એની ઉપર એક હારે આવી જાહે. અને એને આગમાં બાળી નાખવામાં આયશે કેમ કે, પરભુ પરમેશ્વર શક્તિશાળી છે અને ઈ એને દંડ દેહે.