5 જઈ હેરોદ યહુદીયા જિલ્લામાં રાજ કરતો હતો, ઈ વખતે અબિયાના નામ ઉપરથી બનેલો યાજક વર્ગમાંથી ઝખાર્યા નામે એક યાજક હતો, એની બાયડી એલિસાબેત જે હારુનની દીકરીઓમાંની એક હતી.
ઈસુનો જનમ યહુદીયા દેશના બેથલેહેમ નગરમાં થયો ઈ વખતે, મહાન રાજા હેરોદ ન્યા રાજ કરતો હતો. ઈસુના જનમના થોડાક વખત પછી કેટલાક લોકો, જે તારાઓ વિષે જાણકાર હતા, તેઓ દુર ઉગમણી દિશાથી યરુશાલેમ શહેરમાં આવ્યા અને પુછયું કે,
પણ સ્વર્ગદુતે એને કીધું કે, ઝખાર્યા બીમાં. કેમ કે, પરમેશ્વરે તારી પ્રાર્થના હાંભળી લીધી છે અને તારી બાયડી એલિસાબેત તમારી હાટુ એક દીકરાને જનમ દેહે; એનુ નામ તુ યોહાન રાખજે.