44 કેમ કે, જોવ, જઈ મે તારી સલામ હાંભળી, તઈ આ બાળક મારા પેટમાં હરખથી હલવા મંડુ.
જઈ એલિસાબેતે મરિયમની સલામ હાંભળી, તઈ બાળક એના પેટમાં હલવા મંડુ, અને એલિસાબેત પવિત્ર આત્માથી ભરપૂર થય.
હું તને આયા જોયને મારી જાતને ભાગશાળી માનું છું કે, મારા પરભુની માં મને મળવા આવી છે!
અને તુ આશીર્વાદિત છો કેમ કે, પ્રભુએ જે વાતુ તને કીધી છે, ઈ પુરી થાહે એવો તે વિશ્વાસ કરયો છે.”
ઈ દિવસે આનંદ કરો, અને રાજી થાવ: કેમ કે, જોવો, સ્વર્ગમા તમને મોટી ભેટ મળશે કેમ કે, એના વડવા આગમભાખીયાઓને હારે એવુ જ કરતાં હતાં.