42 અને ઈ રાજી થયને મોટા અવાજે કીધું કે, “બાયુમાં તુ આશીર્વાદિત છો અને જે બાળકને તુ જનમ આપય, ઈ હોતન આશીર્વાદિત છે!
અને સ્વર્ગદુતે એની પાહે આવીને કીધું કે, “તને સલામ કેમ કે, પરભુ તારી હારે છે અને જય તારી ઉપર થાય, પરમેશ્વરે તારી ઉપર ઘણીય કૃપા કરી છે! પરભુ તારી હારે છે.”
જઈ એલિસાબેતે મરિયમની સલામ હાંભળી, તઈ બાળક એના પેટમાં હલવા મંડુ, અને એલિસાબેત પવિત્ર આત્માથી ભરપૂર થય.
હું તને આયા જોયને મારી જાતને ભાગશાળી માનું છું કે, મારા પરભુની માં મને મળવા આવી છે!
કેમ કે, એણે એની ચાકરડીના ભોળપણ ઉપર નજર કરી છે; કેમ કે, જો હવેથી બધીય પેઢીઓ મને આશીર્વાદિત કેહે.
“ઈ રાજા આશીર્વાદિત છે, જે પરભુના નામથી આવે છે! સ્વર્ગમા શાંતિ અને આભમાં મહિમા થાય.”
વડવાઓ તેઓના છે, અને મસીહ દેહ પરમાણે તેઓમાનો છે; બધાય ઉપર રાજ કરનાર પરમેશ્વરનો સદાય મહિમા થાય, આમીન.
આપડે આપડા વિશ્વાસમાં આગેવાની કરનારા અને સિદ્ધ કરનારા ઈસુની તરફ લક્ષ્ય રાખી. ભવિષ્યનો આનંદ મેળવવા હાટુ, ઈ શરમને તુચ્છ ગણીને એની સીંતા કરયા વગર વધસ્થંભનુ દુખ સહન કરીને મરી ગયો, અને ઈ સ્વર્ગમાં પરમેશ્વરનાં રાજ્યની જમણી બાજુ બેહી ગ્યો છે.