ઈસુ મસીહના જનમ પેલા આવી રીતે થયુ, એટલે એની માં મરિયમની હગાય યુસફ હારે લગન કરવા થય હતી, પછી તેઓ ભેળા થયાં પેલાથી જ ઈ પવિત્ર આત્માના સામર્થથી ગર્ભવતી થય.
અને સ્વર્ગદુતે એની પાહે આવીને કીધું કે, “તને સલામ કેમ કે, પરભુ તારી હારે છે અને જય તારી ઉપર થાય, પરમેશ્વરે તારી ઉપર ઘણીય કૃપા કરી છે! પરભુ તારી હારે છે.”