26 એલિસાબેત છઠે મયને પરમેશ્વરે ગેબ્રીયલ સ્વર્ગદુતને ગાલીલ જિલ્લાના નાઝરેથ શહેરમાં એક કુવારી પાહે મોકલવામાં આવ્યો.
અને ઈ નાઝરેથ નગરમાં જયને રયો, જેથી આગમભાખીયાઓનુ વચન પુરૂ થય હકે કે, ઈ નાઝારી કેવાહે.
સ્વર્ગદુતે એને જવાબ દીધો કે, “હું ગેબ્રીયલ છું, જે પરમેશ્વરની આગળ ઉભો રવ છું, અને તારી હારે શું થાહે એની વિષે હારા હમાસાર હંભળાવવા હાટુ મને મોકલવામાં આવ્યો છે.
પરભુનાં નિયમશાસ્ત્ર પરમાણે બધુય કરી નાખ્યુ ઈ પછી તેઓ યુસુફ અને મરિયમ ગાલીલ પરદેશમા પોતાના શહેર નાઝરેથમાં પાછા ગયા.
જેથી યુસફ પણ ગાલીલ પરદેશના નાઝરેથ શહેરના યહુદીયા વસે, દાઉદનું જે શહેર બેથલેહેમ કેવાય છે, એમા ગયો કેમ કે, ઈ દાઉદના કુળનો અને પરિવારનો હતો.
કોય બીજાએ કીધું, “આ મસીહ છે.” પણ કેટલાક બીજાએ કીધું કે, “કેમ? શું મસીહ ગાલીલ જિલ્લામાં આયશે?