જઈ હેરોદ યહુદીયા જિલ્લામાં રાજ કરતો હતો, ઈ વખતે અબિયાના નામ ઉપરથી બનેલો યાજક વર્ગમાંથી ઝખાર્યા નામે એક યાજક હતો, એની બાયડી એલિસાબેત જે હારુનની દીકરીઓમાંની એક હતી.
પ્રિય થિયોફિલ, મારી પેલી સોપડીમા જે મે તમારી હાટુ લખી છે, મે ઈ ઘણીય વસ્તુની વિષે લખું હતું જે ઈસુએ કરી હતી અને શીખવાડી હતી, જ્યાં હુધી કે ઈ સ્વર્ગમા લય લેવામાં આવ્યો હતો.