23 જઈ એનુ મંદિરમાં યાજકપદની સેવા કરવાનું અઠવાડીયું પુરું થયુ. પછી ઝખાર્યા પોતાની ઘરે વયો ગયો.
જઈ ઈ બારે આવ્યો તઈ તેઓની હારે ઈ બોલી હકો નય. જેથી મંદિરમાં એને કોય દર્શન થ્યું હશે એવુ તેઓ હમજી ગયા, ઈ તેઓને ઈશારા કરતો હતો, અને ઈ મૂંગો રયો.
થોડાક દિવસો પછી એની બાયડી એલિસાબેતને મયના રયા; અને ઈ પાચ મયના હુંધી બીજાથી આઘી રયને ઘરમાં જ રય.