Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




લૂકની સુવાર્તા 1:17 - કોલી નવો કરાર

17 ઈ એક એવો માણસ હશે જે એલિયા આગમભાખયાની આત્મા અને સામર્થ્યની હારે હશે, ઈ પરભુનો મારગ તૈયાર કરશે. ઈ હાટુ કે, ઈ બાપાના મન છોકરા તરફ અને માનનારા ન્યાયીઓના જ્ઞાન પરમાણે હાલવાને ફેરવે, પરભુની હાટુ લાયક એવી પ્રજા તૈયાર કરે.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




લૂકની સુવાર્તા 1:17
38 ပူးပေါင်းရင်းမြစ်များ  

જો તમે માનવા ઈચ્છો તો મારી વાત માની લ્યો કે, એલિયા જેની આવવાની આગમવાણી કરેલ હતી, ઈ આયશે.


કેમ કે, યોહાને એને કીધુ હતું કે, એને તારે બાયડી તરીકે રાખવી વ્યાજબી નથી.


યશાયા આગમભાખીયાએ જેના વિષે વાત કરી છે, ઈ આ યોહાન જળદીક્ષા કરનાર છે. યશાયા આગમભાખીયાએ કીધુ છે કે, “વગડામાં એક માણસ પોકારે છે, પરભુનો મારગ તૈયાર કરો અને એનો મારગ પાધરો કરો.”


યોહાનના લુગડા ઉટના રુવાડાના હતાં, એની કડે ઈ ચામડાનો પટો બાંધતો, ટીડડા અને રાની મધ ખાતો હતો.


અને ઈ ઈઝરાયલ દેશના ઘણાય લોકોને પરભુ પરમેશ્વર પાહે પાછા ફેરવશે.


પછી ઝખાર્યાએ પોતાના બાળકને કીધું કે, તુ પરાત્પર પરમેશ્વરનો આગમભાખીયો કેવાહે કેમ કે, તુ પરભુની આગળ હાલય, જેથી તુ પરભુનો મારગ તૈયાર કર.


તે પરમેશ્વરનાં સંતાન હતા. તેઓ સાધારણ માણસના જનમની જેમ કા માણસની ઈચ્છા પરમાણે જનમા નોતા. કા એક ધણીને બાપ બનવાની ઈચ્છાથી પણ નય.


“મે જોયો છે અને મે તમને સાક્ષી આપી છે કે, આજ પરમેશ્વરનો દીકરો છે.”


તમે પોતે મને કેતા હાંભળ્યું કે, હું મસીહ નથી, પણ એની આગળ મોકલવામાં આવ્યો છે.


તઈ મે તરત એને લેવા હાટુ તારી પાહે માણસો મોકલ્યા, અને તને ભલાય કરી કે આયા આવી ગયો. હવે આપડે બધાય આ હાટુ ભેગા થયા કે તારાથી ઈ બધુય હાંભળે, જે કાય પરમેશ્વરે તને કીધું છે.


અને અગાવથી તૈયાર કરેલા દયાની વસ્તુ ઉપર એણે મહિમા પરગટ કરી છે.


અને પરમેશ્વર બાપનો આભાર માનતા રયો કે, જેણે તમને ઈ વારસામાં ભાગીદાર થાવાને લાયક બનાવ્યા છે, જેણે એને સ્વર્ગ રાજ્યમાં પોતાના પવિત્ર લોકો હાટુ તૈયાર કરયુ છે.


ઈ હાટુ જો કોય પોતાની જાતને ઈ બધાય ખરાબ કામોથી અલગ કરશે, તો ઈ એને ખાસ અવસરો હાટુ ઉપયોગમાં લેનારા વાસણોની જેવા થાહે. એનુ જીવન પવિત્ર થાહે અને માલીક હાટુ ઉપયોગી અને દરેક ભલા કામો હાટુ તૈયાર થાહે.


તમે પરમેશ્વરનાં ગમાડેલા લોકો છો, તમે પરમેશ્વરનાં યાજક છો, જે રાજા છે, તમે પરમેશ્વરની પ્રત્યે સમર્પિત લોકો છો, અને એવા લોકો જે પરમેશ્વરનાં ખાસ છે, એણે તમને અંધારામાંથી બારે પોતાના અદભુત અંજવાળામાં ગમાડીયા છે, જેથી તમે પરમેશ્વરનાં અદભુત કામોને જાહેર કરી હકો.


હવે બાળકો, મસીહની હારે સંગતીમાં સદાય હાટુ બનેલા રયો, જેથી જઈ ઈ પાછા જગતમાં આવે તો આપણને હિંમત હોય અને આપડે એને આવવાથી એની હામે શરમાવાનું નો થાય.


એની પછી મે કાક રાજગાદી જોય અને જે લોકો ઈ રાજગાદી ઉપર બેઠા હતાં તેઓને રાજ કરવાનો અધિકાર આપવામા આવ્યો હતો. મે ઈ લોકોની આત્માઓને પણ જોય, જેના માથાઓ કાપી નાખવામાં આવ્યા હતાં કેમ કે, તેઓએ ઈ માન્યુ હતુ કે, ઈસુ એનો પરભુ હતો અને તેઓ પરમેશ્વરનાં વચન ઉપર વિશ્વાસ કરતાં હતા. ઈ લોકોએ હિંસક પશુ કે, એની મૂર્તિનુ ભજન કરયુ નોતુ, તેઓએ પોતાના માથા કે હાથ ઉપર હિંસક પશુની છાપ નોતી છપાવી. આ લોકો ફરીથી જીવતા થય ગયા અને એક હજાર વરહ હુધી મસીહની હારે મળીને રાજ્ય કરયુ.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ