16 અને ઈ ઈઝરાયલ દેશના ઘણાય લોકોને પરભુ પરમેશ્વર પાહે પાછા ફેરવશે.
કેમ કે, જળદીક્ષા આપનાર યોહાને તમને કીધું કે, કેવી રીતે તમારે હાસુ જીવન જીવવું, તો પણ તમે એની ઉપર વિશ્વાસ નથી કરયો; પણ દાણીઓએ, વેશ્યાઓએ એનો વિશ્વાસ કરયો, ઈ જોયા પછી, પણ તમે પસ્તાવો કરયો નય, અને એની ઉપર વિશ્વાસ કરયો નય.
પછી ઝખાર્યાએ પોતાના બાળકને કીધું કે, તુ પરાત્પર પરમેશ્વરનો આગમભાખીયો કેવાહે કેમ કે, તુ પરભુની આગળ હાલય, જેથી તુ પરભુનો મારગ તૈયાર કર.
ઈ યર્દન નદીની આજુ-બાજુ બધીય જગ્યાઓ ઉપર ફરતો રયો, અને ઈ લોકોને આ કેતો રયો કે, જો તમે ઈચ્છો છો કે, “પરમેશ્વર તમારા પાપોને માફ કરે તો, તમારે પસ્તાવો કરવો જોયી, તઈ હું તમને જળદીક્ષા આપય.”