14 તને હરખ અને આનંદ થાહે અને એના જનમના લીધે ઘણાય લોકો હરખાહે.
પણ સ્વર્ગદુતે એને કીધું કે, ઝખાર્યા બીમાં. કેમ કે, પરમેશ્વરે તારી પ્રાર્થના હાંભળી લીધી છે અને તારી બાયડી એલિસાબેત તમારી હાટુ એક દીકરાને જનમ દેહે; એનુ નામ તુ યોહાન રાખજે.
કેમ કે, ઈ પરમેશ્વરની આગળ મોટો થાહે, અને બધાય પરકારના નશાવાળી વસ્તુઓં કે દ્રાક્ષારસ કોય દિવસ પીહે નય. ઈ એના જનમ પેલા પવિત્ર આત્માથી ભરપૂર થાહે.
એના પાડોશીઓએ અને સગા સબંધીઓએ હાંભળ્યું, કે પરમેશ્વરે એના ઉપર મોટી દયા કરી છે, તઈ તેઓ એની હારે હરખાણા.