Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




યહૂદાનો પત્ર 1:4 - કોલી નવો કરાર

4 કેમ કે, કેટલાક પરમેશ્વરનો નકાર કરનારા ખબર પડે નય એવી રીતે આપડી વસે આવી ગયા છે, ઈ એવા દૃષ્ટ માણસો જેવા છે જેના વિષે આગમભાખીયાઓએ ઘણાય વખત પેલા લખ્યું હતું ઈ ખોટી વાતુ શીખવાડે છે અને ઈ વિસારે છે કેમ કે, પરમેશ્વર એની ઉપર દયાળુ છે ઈ એને એવા દૈહિક પાપ કરવાની રજા આપે છે આવી રીતે જે ઈસુની વિષે જે હાસુ છે એનો વિરોધ કરે છે જે મસીહ છે, જે આપડો એક જ માલીક અને પરભુ છે.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




યહૂદાનો પત્ર 1:4
32 ပူးပေါင်းရင်းမြစ်များ  

પણ ખેડુત હુતા હતા, તઈ એનો વેરી આવીને ખેતરમાં ઘઉંમાં લુણીના દાણા વાવીને વયો ગયો.


અને આ અનંતકાળનું જીવન છે કે, તેઓ તને ઓળખી હકે, ખાલી હાસા પરમેશ્વર અને ઈસુ મસીહ જેને તમે મોકલ્યો છે.


અને જઈ ઈ ન્યા પૂગ્યો, તો પરમેશ્વરની કૃપાને જોયને રાજી થયો, અને બધાય વિશ્વાસી લોકોને સંદેશો દીધો કે તન મન લગાડીને પરભુને વળગી રયો.


આપડામાં હાંભળવામાં આવ્યું છે કે, આપડામાંથી થોડાક લોકો તમારી પાહે આવ્યાં છે તમને પોતાની વાતોથી બીવડાવી દીધા, અને તમારા મનોને ધુસવણમાં નાખી દીધા છે પણ આપડે તેઓને આજ્ઞા નોતી આપી.


પણ એમ થયુ કે, આપડા જૂથમાં જોડાયેલાં ખોટા ભાઈઓને લીધે મસીહ ઈસુમાં આપડી જે આઝાદી છે, એની જાસુસી કરવા હાટુ તેઓ ખાનગી રીતે અંદર આવ્યા હતા, ઈ હાટુ કે, તેઓ આપણને પાછા ગુલામીમાં લીયાવે.


મારા વિશ્વાસી ભાઈઓ અને બહેનો, તમને પરમેશ્વર દ્વારા આઝાદ થાવા હાટુ બોલાવવામાં આવ્યા હતા, ઈ હાટુ હવે તમારે મુસાના શાસ્ત્રનું પાલન કરવાની જરૂરી નથી. પણ પોતાની દેહિક ઈચ્છાઓ પરમાણે કરવા હાટુ હારા અવસર નો બનાવો પણ, પોતાની આઝાદીનો ઉપયોગ પ્રેમથી એક-બીજાની સેવા કરવા હાટુ કરો.


આ કારણથી, હવે આપડે બાળકોની જેવું નો થાવુ જોયી. હવે આપડે ઈ હોડીની જેમ નથી, જેને વીળો આગળ-પાછળ ધકેલે છે અને હવા આમ-તેમ ફેરવે છે. એનો અરથ આ છે કે, સતુર અને ઢોંગી લોકો હવે પોતાના ખોટા શિક્ષણથી આપણને દગો નથી આપી હકતા.


પણ જો કોય પોતાના હગા-વાલાની ખાસ કરીને પોતાના પરિવારની જરૂરિયાત પુરી નો કરે, તો એણે વિશ્વાસનો ત્યાગ કરી દીધો છે, અને ઈ અવિશ્વાસીથી પણ ભુંડો બની ગયો છે.


જો આપડે દુખ સહન કરતાં રેહુ, તો ઈસુ મસીહની હારે રાજ પણ કરશું, પણ જો આપડે કેયી કે, અમે મસીહને નથી ઓળખતા, તો ઈ પણ બોલશે કે આપડે એના નથી.


એનામાંથી કેટલાક તો એવા લોકો છે, જે બીજાના ઘરમાં સાનામના ઘરી જાય છે, અને ઈ મુરખ બાયુને પોતાની હારી વાતોમાં ભોળવી લેય છે, જે પોતાના પાપના ભારથી દબાયને બધીય પરકારની ભુંડાયના કબજામાં છે.


તમારા હાટુ એવુ કોય નથી જે તમને ઈ કરવાથી રોકી હકે, જે તમે કરવા માગો છો કેમ કે, તમે આપડા પરભુ ઈસુ મસીહ દ્વારા પેલાથી જ સ્વતંત્ર કરી દેવામાં આવ્યા છો. પણ ખરાબ કામ કરવા હાટુ એને એક બાનું નો બનાવો. પણ તમારે પોતાના કામોથી દેખાડવું જોયી કે, તમે હાસીન પરમેશ્વરનાં ચાકર છો.


અને વળી શાસ્ત્રમા એવુ હોતન લખેલુ છે કે, “આ પાણો લોકોને ઠેય ખાવાનું કારણ બનશે. આ એક ખડક છે, જે એના પડવાનું કારણ થાહે.” ઈ એવી રીતે પડે છે કેમ કે, તેઓ પરમેશ્વરનાં સંદેશાને માનવાની ના પાડે છે. પરમેશ્વરે એની હારે આવું થાવાની યોજના બનાવી છે.


અને “જો ન્યાયીઓનો બસાવ અઘરો છે, તો અન્યાયી અને પાપી માણસનું શું થાહે?”


ઈ એવા ખોટા શિક્ષકોને નક્કી દંડ દેહે, જે પોતાની ખરાબ દેહિક વાસનાઓ પરમાણે કામ કરે છે, અને જે પોતાની ઉપર પરમેશ્વરનાં અધિકારનો નકાર કરે છે ઈ મતલબી અને અભિમાની છે, ઈ મહિમામય સ્વર્ગીય પ્રાણીઓના વિષે અપમાન કરીને ખરાબ બોલવાથી નથી બીતા.


પણ એની પેલા કે એણે સદોમનો વિનાશ કરયો, એણે લોતને જે એક હારો માણસ હતો, શહેરથી કાઢી મુકયો અને એવી રીતે એને બસાવી લીધો. લોત બોવજ દુખી હતો કેમ કે, સદોમ શહેરના લોકો કોય પણ નિયમને માનતા નોતા અને શરમજનક કામો કરતાં હતા.


પણ પરમેશ્વર ઈ જ આજ્ઞા દ્વારા આભ અને પૃથ્વીને; જે અત્યારે હયાત છે, રાખી રયો છે, એટલે કે, આગથી એનો નાશ કરી દેય. ઈ તેઓને ઈ દિવસ હાટુ રાખી રયો છે, જઈ ઈ ન્યાય કરશે અને ઈ લોકોનો નાશ કરી દેહે; જે એની આજ્ઞાનું પાલન નથી કરતા.


ખોટુ કોણ છે? ઈ, જે ઈસુનું મસીહ હોવાનો નકાર કરે છે. અને મસીહનો વિરોધી ઈ જ છે, જે પરમેશ્વર બાપ અને દીકરાનો નકાર કરે છે.


બધાય લોકોનો ન્યાય કરવા હાટુ, ઈ બધાય પાપી કામો હાટુ એની ઉપર આરોપ લગાડવા હાટુ, જે તેઓએ પરમેશ્વરની વિરુધ કરયા છે અને ઈ બધીય ખરાબ વાતોને લીધે જે તેઓએ એની વિરુધ કીધી છે.”


તેઓએ તમને કીધુ કે, “છેલ્લા દિવસોથી બરાબર પેલા થોડાક લોકો હાસી વાતુની ઠેકડી ઉડાડશે, જે પરમેશ્વરે આપણને બતાવ્યું હતું. જેઓ પોતાના દેહથી પાપ કરશે ઈ જે કરવા ઈચ્છે છે કેમ કે, ઈ પરમેશ્વરનો નકાર કરે છે.”


હે પરભુ, બધાય તમારીથી બીહે અને તમારુ સન્માન કરશે કેમ કે, તમે એકલા જ પવિત્ર છો. બધીય રીતના લોકો આયશે અને તમારુ ભજન કરશે, કેમ કે, તમે દેખાડું છે કે તમે બધાયનો ન્યાય હાસી રીતે કરયો છે.”


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ