Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




યોહાન 9:7 - કોલી નવો કરાર

7 પછી એને કીધું કે, “જા, અને પોતાનુ મોઢું શિલોઆમના કુંડમાં ધોય લે.” શિલોઆમનો અરથ ઈ છે કે મોકલેલો. એણે જયને ધોયુ, અને જોતો થયને પાછો આવ્યો.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




યોહાન 9:7
21 ပူးပေါင်းရင်းမြစ်များ  

આંધળા જોતા થાય છે અને લુલા હાલતા થાય છે, કોઢિયાઓ શુદ્ધ કરાય છે, અને બેરા હાંભળતા થાય છે, મરેલાઓને જીવતા કરાય છે, અને ગરીબોને હારા હમાસાર પરગટ કરવામા આવે છે.


કા પેલા અઢાર માણસો જઈ શિલોઆમનો ઘુમ્મટ તેમના ઉપર તુટી પડયા તઈ જેઓ મારયા ગયા, તમે એમ માનો છો કે, તેઓ યરુશાલેમમાં રેતા માણસો કરતાં શું વધારે પાપી હતાં?


ઈ એક અંજવાળાની જેમ હશે જે બિનયહુદીઓ આગળ તારું હાસ પરગટ કરશે, અને ઈ ઈઝરાયલ દેશના લોકોની હાટુ મહિમા વધારશે.


તો શું તમે એને આમ કયો છો જેને બાપે પવિત્ર ઠેરાવીને જગતમાં મોકલ્યો છે, તમે નિંદા કરો છો; કેમ કે, મે કીધું કે, હું પરમેશ્વરનો દીકરો છું;


પણ એમાંથી થોડાક લોકોએ કીધું કે, “એણે તો આંધળાને જોતો કરયો, તો શું એટલું પણ નો કરી હક્યાં કે, લાજરસને મરણ પામતો અટકાવી હક્યો હોત?”


એણે જવાબ દીધો કે, “ઈસુ નામના એક માણસે ધૂડનો ગારો બનાવીને મારી આખુમાં લગાડીને, મને ઈ કીધું, જા અને તારું મોઢું શિલોઆમના કુંડમાં ધોય લે, તો મે ઈ કુંડમાં જયને મોઢું ધોયુ, અને હું જોવા લાગ્યો.”


તઈ ઈસુએ કીધું કે, “હું આ જગતનો ન્યાય કરવા આવ્યો છું, જેથી આંધળા લોકો જોય હકે, અને જે જોય છે, ઈ આંધળા થય જાહે.”


કે તુ એની આંખુ ખોલ. જેથી ઈ અંધારામાંથી અજવાળા બાજું અને શેતાનના અધિકારમાંથી પરમેશ્વરની બાજુ વળે કે, પરમેશ્વર એના પાપોને માફ કરે અને તેઓ ઈ લોકોની હારે જગ્યા મેળવે જે મારા ઉપર વિશ્વાસ કરીને પવિત્ર કરવામા આવ્યા છે.


કેમ કે, જે કામ મુસાનું નિયમશાસ્ત્ર આપડા પાપીલા સ્વભાવને કારણે નબળો થયને નો કરી હકયું, એને પરમેશ્વરે કરયુ એટલે કે, પોતાના જ દીકરાને પાપીલા દેહની હરખામણીમાં અને આપડા પાપોની હાટુ બલિદાન થાવા હાટુ મોકલી દીધો અને પોતાના દીકરાના દેહ દ્વારા પરમેશ્વરે પાપના સામર્થ્યને તોડી દીધું.


પણ જઈ હાસો વખત આવ્યો, પરમેશ્વરે પોતે પોતાના દીકરાને આ જગતમાં મોકલ્યો અને ઈ એક માણસના રૂપમાં આવ્યો. ઈ એક યહુદીના રૂપમાં પેદા થયો અને મુસાના શાસ્ત્ર પરમાણે કરતો હતો.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ