5 જ્યાં લગી હું જગતમાં છું, ન્યા લગી હું જગતનું અંજવાળું છું”
જે લોકો અંધકારમાં જીવતા હતાં, તેઓએ મોટુ અંજવાળું જોયું અને ઈ વિસ્તારમાં અને મોતની છાયામાં જેઓ બેઠેલા હતાં એની ઉપર અંજવાળું પરકાશું.
તમે આખાય જગતના લોકો હારું અજવાળાની જેમ છો. ડુંઘરા ઉપર વસાવેલું નગર હતાઈ રય હકતું નથી.
ઈ એક અંજવાળાની જેમ હશે જે બિનયહુદીઓ આગળ તારું હાસ પરગટ કરશે, અને ઈ ઈઝરાયલ દેશના લોકોની હાટુ મહિમા વધારશે.
હું જગતમાં અજવાળાની જેમ આવ્યો છું, જેથી જે કોય મારી ઉપર વિશ્વાસ કરે ઈ અંધારામાં નય રેય.
તઈ પાછુ ઈસુએ લોકોને કીધું કે, “જગતનું અજવાળુ હું છું, જે કોય મારું શિક્ષણ પામશે, ઈ અંધારામાં નય હાલે, પણ ઈ એવા અજવાળાને પામશે જે અનંતજીવન દેય છે.”
કેમ કે, પરભુએ મને આ આજ્ઞા આપી છે, મે તને બીજી જાતિના લોકોની હાટુ અજવાળું ઠરાવ્યુ છે, જેથી તુ જગતમાં કોય પણ એક જગ્યાના લોકોને તારણના વિષે હંભળાવ.”
કે તુ એની આંખુ ખોલ. જેથી ઈ અંધારામાંથી અજવાળા બાજું અને શેતાનના અધિકારમાંથી પરમેશ્વરની બાજુ વળે કે, પરમેશ્વર એના પાપોને માફ કરે અને તેઓ ઈ લોકોની હારે જગ્યા મેળવે જે મારા ઉપર વિશ્વાસ કરીને પવિત્ર કરવામા આવ્યા છે.
કે મસીહને દુખ ઉપાડવું પડશે, અને ઈ જ બધાયની પેલા મરણમાંથી પાછો જીવતો થયને, યહુદી લોકોમા અને બિનયહુદી લોકોમા તારણનો પરસાર કરશે.
ઈ કારણે એવી એક કેવત છે, હે હુતેલાઓ ઉઠી જાવ અને મરણમાંથી જીવી ઉઠો, તો મસીહ પોતાનું અજવાળુ તમારી ઉપર સમકાયશે.
ઈ શહેરમાં નો સુરજ અને નો સાંદાના તેજની જરૂર છે કેમ કે, ઈ શહેરમાં પરમેશ્વર અને ઘેટાનુ બસુ જ દીવો છે.