41 ઈસુએ તેઓને કીધું કે, “જો તમે આંધળા હોત, તો પાપી નો ઠરાવામા આવત, પણ હવે કયો છો કે, અમે જોય હકીયે છયી, ઈ હાટુ તમને માફ નય કરવામા આવે.”
અને ઈ ચાકરે જે પોતાના માલિકની ઈચ્છા પરમાણે નો હાલ્યો, પણ ઈ તૈયાર નો રયો, અને એના માલિકની ઈચ્છા પરમાણે હાલ્યો, ઈ ઘણોય માર ખાહે.
હું તમને કવ છું કે, “ઈ પેલો નય, પણ ઈ વેરો ઉઘરાવનારો જ પરમેશ્વરની હામે ન્યાયી ઠરયો, અને ઈ પોતાના ઘરે વયો ગયો, કેમ કે, જે કોય માણસ પોતાને ઉસો બનવા ઈચ્છે છે, એને નીસો કરવામાં આયશે, અને જે કોય પોતાને નીસો કરશે, એને ઉસો કરવામાં આયશે.”
કેમ કે, આપણને હાસને ઓળખ્યા પછી પણ જો આપડે જાણી-જોયને પાપ કરતાં રેયી, તો હવે પછી પાપોની માફી હાટુ બીજુ બલિદાન નથી.
ઈ હાટુ જે કોય ભલાય કરવાનું જાણતો હોય છે, અને નથી કરતાં, તેઓની હાટુ આ પાપ છે.