તેઓએ ઈ માણસને કીધું કે, “તુ તો પુરી રીતે પાપમાં જનમો છે, અને તુ અમને શીખવાડે છે?” અને તેઓએ ઈ માણસને યહુદી લોકોની પરચાર કરવાની જગ્યામાંથી બારે કાઢી મુકયો.
તુ કેય કે તુ ધનવાન છો અને તારી પાહે ઈ બધુય છે; જેની તને જરૂર છે, પણ તુ નથી જાણતો કે શું હાસુ છે, તારી ઉપર દયા આવવી જોયી, કેમ કે હાસુ આ છે કે તુ ગરીબ છો, તારી પાહે લુગડા નથી, અને તુ આંધળો છો.