ઈસુએ એને કીધું કે, “અજવાળું હવે થોડીકવાર લગી તમારી વસ્સે છે. જ્યાં લગી અજવાળું તમારી હારે છે, ન્યા લગી હાલતા રયો, એવુ નો થાય કે અંધારું તમને ઘેરી લેય કે, જે અંધારામાં હાલે છે, ઈ નથી જાણતા કે ક્યા જાય છે.
ઈ વાત ઉપર ઈસુએ તેઓને જવાબ આપતા કીધું કે, હું તમને હાસે હાસુ કવ છું, દીકરો પોતે કાય કરી હકતો નથી, ખાલી ઈ જે બાપને કરતો જોય છે, કેટલા જે જે કામોને ઈ કરે છે, એને દીકરો પણ ઈ જ રીતે કરે છે.
પણ મને જે સાક્ષી મળી છે, ઈ યોહાન સાક્ષીથી પણ મહાન છે. બાપે જે કામ મને પુરું કરવાનું હોપ્યું છે, જે કામ હું કરું છું, તેઓ જ મારી વિષે આ સાક્ષી આપે છે કે, મને બાપે મોકલ્યો છે.