36 એણે જવાબ દીધો કે, “ગુરુ, મને બતાય કે, આયા પરમેશ્વરનો દીકરો કોણ છે? જેથી હું એની ઉપર વિશ્વાસ કરી હકુ.”
“શું ઈ મસીહ તુ જ છો, જેને પરમેશ્વરે મોકલવાનો વાયદો આપ્યો હતો કે, અમે કોય બીજાની વાટ જોયી?”
ઈસુએ વાહે ફરીને તેઓને વાહે આવતાં જોયને પુછયું કે, તમે શું ગોતો છો તેઓએ ઈસુને કીધું કે, “રાબ્બી એટલે ગુરુ તમે ક્યા રયો છો?”
ઈસુએ એને કીધું કે, “ઈ એને જોયો પણ નથીને, અને જે તારી હારે વાતો કરે છે, ઈજ માણસનો દીકરો છે.”
પણ જેની ઉપર તેઓએ વિશ્વાસ કરયો નથી, એને તેઓ કેવી રીતે વિનવણી કરી હકે? વળી જેની વિષે તેઓએ હાંભળ્યું નથી, એની ઉપર તેઓ કેવી રીતે વિશ્વાસ કરી હકે? વળી પરચારક વગર તેઓ કેવી રીતે હાંભળી હકે?