35 ઈસુએ હાંભળ્યું કે, ઈ માણસને યહુદી લોકોની પરચાર કરવાની જગ્યામાંથી બારે કાઢી મુકયો છે, ઈ હાટુ ઈસુએ માણસને મળ્યો, તો એને પુછયું કે, “શું તુ માણસના દીકરા ઉપર વિશ્વાસ કરે છે?”
પછી ઈ માણસ પાછો ઈસુને મંદિરના આંગણામાં મળ્યો, તઈ ઈસુએ ઈ માણસને કીધું કે, “જો, તુ હાજો થય ગયો છે, ઈ હાટુ પાછો પાપ કરતો નય, ક્યાક એવુ નો થાય કે, એનાથી પણ મોટુ દુખ તારી ઉપર આવી જાય.”
એનામાં બાપે ઈ હાટુ કીધું કે, તેઓ યહુદી લોકોના આગેવાનોથી બીતા હતાં કેમ કે, તેઓએ નક્કી કરી લીધું તુ કે, જો કોય વિશ્વાસ કરી લેય કે, ઈસુ મસીહ છે, તો એને યહુદી લોકોની પરચાર કરવાની જગ્યામાંથી કાઢી મુકવામાં આવે.
તેઓએ ઈ માણસને કીધું કે, “તુ તો પુરી રીતે પાપમાં જનમો છે, અને તુ અમને શીખવાડે છે?” અને તેઓએ ઈ માણસને યહુદી લોકોની પરચાર કરવાની જગ્યામાંથી બારે કાઢી મુકયો.
જે પરમેશ્વરનો દીકરો ઈસુ ઉપર વિશ્વાસ કરે છે, ઈ જાણે છે કે, પરમેશ્વરે જે કાય કીધું છે ઈ હાસુ છે. પણ જેણે પરમેશ્વર ઉપર વિશ્વાસ નથી કરયો, એણે પરમેશ્વરને ખોટો ગણયો કેમ કે, એણે સાક્ષી ઉપર વિશ્વાસ નથી કરયો, જે પરમેશ્વરે પોતાના દીકરાની વિષે આપી છે.
અને આપડે જાણી છયી કે, ઈસુ મસીહ પરમેશ્વરનો દીકરો જગતમાં આવ્યો છે, અને એને આપણને હમજણ આપી છે કે, આપડે ઈ હાસા પરમેશ્વરને ઓળખી, અમે હાસા પરમેશ્વરની હારે સંગઠનમાં છયી કેમ કે, આપડે એના દીકરા ઈસુ મસીહની હારે સંગતીમાં છયી. હાસા પરમેશ્વર અને અનંતકાળનું જીવન ઈ જ છે.
ઈ હાટુ જો હું જઈ આવય, તો મંડળીના લોકોથીને મોંઢામોઢ વાત કરય કે, ઈ શું શું કરે છે, એટલે કે, અમારી ઉપર ખરાબ કામો કરવાના ખોટા આરોપ લગાડે છે. અને એટલુ જ નય ઈ પોતે પરચાર કરનારા ભાઈઓને સ્વીકારતા નથી અને જે તેઓનો સ્વીકાર કરવા માગે છે એને હોતન ના પાડે છે, અને તેઓને મંડળીમાંથી બારે કાઢી મુકે છે.