Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




યોહાન 9:34 - કોલી નવો કરાર

34 તેઓએ ઈ માણસને કીધું કે, “તુ તો પુરી રીતે પાપમાં જનમો છે, અને તુ અમને શીખવાડે છે?” અને તેઓએ ઈ માણસને યહુદી લોકોની પરચાર કરવાની જગ્યામાંથી બારે કાઢી મુકયો.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




યોહાન 9:34
34 ပူးပေါင်းရင်းမြစ်များ  

તઈ યહુદી નિયમના શિક્ષકોએ ઈસુને કીધું કે, “ગુરુ, આ વાતુ કયને તુ અમારી નિંદા કરશો.”


“જે કોય માણસ ઉસો બનવા ઈચ્છે છે, એને નીસો કરવામાં આયશે, અને જે કોય પોતાને નીસો કરશે, એને ઉસો કરાહે.”


હું તમને હાસુ કવ છું કે, જે માણસો પરમેશ્વરનાં રાજ્યને બાળકની જેમ અપનાયશે નય ઈ એમા અંદર જય હકશે નય.”


તમે આશીર્વાદિત છો, માણસના દીકરાની ઉપર વિશ્વાસ કરવાને લીધે લોકો તમારો વિરોધ કરશે, અને તમને બારે કાઢી મુકશે, અને મેણા મારશે, અને તમારુ નામ ભુંડું માનીને કાઢી નાખશે.


બાપ મને જે દેય છે ઈ બધુય મારી પાહે આયશે જે મારી પાહે આયશે એને હું એને કાઢી નય મુકુ.


તમે તમારા બાપની જેમ કામ કરો છો.” તેઓએ ઈસુને કીધું કે, “આપડે છીનાળવા કરવાથી નથી જનમા, પણ આપડો ખાલી એક જ બાપ છે, અને ઈ પરમેશ્વર છે.”


ઈસુના ચેલાઓએ એને પુછયું કે, “રાબ્બી એટલે ગુરુ, કોણે પાપ કરૂ હતું કે, આ માણસ આંધળો જનમો, આ માણસે કા એના માં-બાપે?”


એનામાં બાપે ઈ હાટુ કીધું કે, તેઓ યહુદી લોકોના આગેવાનોથી બીતા હતાં કેમ કે, તેઓએ નક્કી કરી લીધું તુ કે, જો કોય વિશ્વાસ કરી લેય કે, ઈસુ મસીહ છે, તો એને યહુદી લોકોની પરચાર કરવાની જગ્યામાંથી કાઢી મુકવામાં આવે.


ઈસુએ હાંભળ્યું કે, ઈ માણસને યહુદી લોકોની પરચાર કરવાની જગ્યામાંથી બારે કાઢી મુકયો છે, ઈ હાટુ ઈસુએ માણસને મળ્યો, તો એને પુછયું કે, “શું તુ માણસના દીકરા ઉપર વિશ્વાસ કરે છે?”


કેટલાક ફરોશી ટોળાના લોકોના ટોળાએ જે ઈસુની હારે હતાં, તેઓએ ઈ વાત હાંભળીને એને પુછયું કે, “તારો કેવાનો મતલબ શું છે, અમે પણ આંધળા છયી?”


જે લોકો વિશ્વાસી નથી એની નિંદા કરવી આપડી જવાબદારી નથી, પરમેશ્વર અવિશ્વાસી લોકોનો ન્યાય કરશે પણ જેવું શાસ્ત્ર કેય છે અનૈતિક માણસને પોતાના સમુહની હારે જોડાવાની રજાનો આપે.


આપડે જેઓ જનમથી યહુદી છયી અને પાપી બિનયહુદીઓ નથી જેઓ પરમેશ્વરનાં નિયમો વિષે કાય નથી જાણતા.


અમે પણ તેઓની જેમ જ જીવતા હતા, અમારા પાપી સ્વભાવની ઈચ્છાઓને પુરી કરતાં હતા. જે પણ અમારી ભુંડી ઈચ્છાઓ અને વિસાર આપડીથી કરાવવા માંગતા હતા અમે એની પરમાણે કરતાં હતા, બાકી બીજાઓની જેમ, અમે પણ સામાન્ય રૂપે ભુંડા હતા અને પરમેશ્વરની સજાને આધીન હતા.


હવે હું તમને જુવાનને એમ કેય કે, તમારે સભામાં ગવઢા વડવા માણસોની વાતનું પાલન કરવુ જોયી. તમારે બધાય વિશ્વાસીઓને એક-બીજાની પ્રત્યે નમ્રતાથી કામ કરવુ જોયી, કેમ કે, આ હાસુ છે કે, “પરમેશ્વર અભિમાની માણસનો વિરોધ કરે છે, પણ ઈ એની હારે કૃપા કરે છે જે નમ્ર છે.”


ઈ હાટુ જો હું જઈ આવય, તો મંડળીના લોકોથીને મોંઢામોઢ વાત કરય કે, ઈ શું શું કરે છે, એટલે કે, અમારી ઉપર ખરાબ કામો કરવાના ખોટા આરોપ લગાડે છે. અને એટલુ જ નય ઈ પોતે પરચાર કરનારા ભાઈઓને સ્વીકારતા નથી અને જે તેઓનો સ્વીકાર કરવા માગે છે એને હોતન ના પાડે છે, અને તેઓને મંડળીમાંથી બારે કાઢી મુકે છે.


મે પેલા પણ મંડળીના વિશ્વાસીઓને એક પત્ર લખ્યો હતો, પણ દીયોત્રફેસ મારી કીધેલી વાતો માનવાથી નકાર કરે છે કેમ કે ઈ પેલાથી જ મંડળીનો વડીલ બનવા માગે છે.


એણે એવુ ઈ હાટુ કરયુ જેથી કોય પણ માણસ કાય પણ વેસી કે, લય નો હકે, જો એની ઉપર પેલા હિંસક પશુના નામની છાપ કે એના નામને દેખાડનારી સંખ્યા છાપેલી નો હોય.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ