31 આપડે જાણી છયી કે, પરમેશ્વર પાપી લોકોનું નથી હાંભળતા, પણ જે કોય પરમેશ્વરનો ભગત હોય, અને એની ઈચ્છાની પરમાણે કરતાં હોય, તો ઈ એનુ હાંભળે છે.
પણ હું જાણું છું કે, તુ હજી પણ પરમેશ્વરથી માંગય, તો ઈ તને આપશે.”
તમે મને નથી ગમાડયો, પણ મે તમને ગમાડીયા છે, અને તમને મોકલ્યા છે જેથી તમે જયને ફળો આપો, અને તમારા ફળ સદાય રેય. જેથી તમે મારા નામથી બાપની પાહે જે કાય માગો ઈ તમને આપે.
ઈસુએ તેઓને કીધું કે, પરમેશ્વરની ઈચ્છા ઉપર હાલવાનું, અને એના કામોને પુરા કર, આજ મારું ખાવાનું છે.
જો કોય એની ઈચ્છા પરમાણે કરવા માંગતો હોય, તો ઈ હંમજી જાય કે, હું શિક્ષણ આપું છું, ઈ પરમેશ્વરની તરફથી છે કે, પછી હું મારી તરફથી બોલું છું
ઈ માણસે જવાબ દીધો કે, “આ તો નવાયની વાત છે કે, એણે મને જોતો કરયો છે, અને તમે ઈ પણ નથી જાણતા કે, ઈ ક્યાંથી આવ્યો છે.
જગતને બનાવવાની શરુઆત આવું કોય દિવસ હાંભળવામાં નથી આવ્યું કે, કોયે પણ જનમથી આંધળા માણસને જોતો કરયો હોય.
તઈ મેં કીધું કે, “હે પરમેશ્વર જેમ મારી વિષે સોપડીમા લખેલુ છે એમ, તમારી ઈચ્છા પરમાણે કરવા હું તૈયાર છું.”