27 એણે જવાબ દીધો કે, “મે તમને હમણા જ કય દીધુ હતું, પણ તમે તો હાંભળ્યું જ નય, હવે બીજીવાર કેમ હાંભળવા માગો છો? શું તમે પણ એના ચેલાઓ થાવા માગો છો?”
“શું તુ મસીહ છે, તો ઈ અમને કય દે!” અને ઈસુએ તેઓને કીધું કે, “જો હું તમને કય દવ, તો તમે મારી ઉપર વિશ્વાસ કરવાના નથી.
હું તમને હાસે હાસુ કવ છું કે, ઈ વખત આવી ગયો છે, અને અત્યારે જ આવી ગયો છે, જઈ મરેલા લોકો પરમેશ્વરનાં દીકરાનો અવાજ હાંભળશે, અને જે કોય હાંભળે છે ઈ સદાય જીવતો રેહે.
તેઓએ એને પાછુ પુછયું કે, “એણે તારી હારે શું કરયુ? અને તને કેમ જોતો કરયો?”