26 તેઓએ એને પાછુ પુછયું કે, “એણે તારી હારે શું કરયુ? અને તને કેમ જોતો કરયો?”
પણ યહુદી નિયમના શિક્ષકો અને ફરોશી ટોળાના લોકો ઈસુને પાહેથી જોય રયા હતાં કે, ઈ વિશ્રામવારના દિવસે કોયને હાજો કરશે કે, નય જેથી તેઓને એની ઉપર આરોપ મુકવાનું કારણ મળે.
તઈ ઈ લોકો એને પૂછવા લાગ્યા કે, “તુ કેમ જોવા લાગ્યો?”
ફરોશી ટોળાના લોકોના ટોળાએ પણ, ઈ માણસને પુછયું કે, “તુ કેમ જોવા લાગ્યો? એણે તેઓને કીધું કે, એણે મારી આંખુમાં ગારો લગાડી, અને એના કેવા પરમાણે મે મારું મોઢું ધોય લીધું, અને હવે હું જોવું છું”
એણે જવાબ દીધો કે, “હું નથી જાણતો કે, ઈ માણસ પાપી છે કે નય, પણ હું એટલું જાણું કે, પેલા હું આંધળો હતો અને હવે જોવ છું”
એણે જવાબ દીધો કે, “મે તમને હમણા જ કય દીધુ હતું, પણ તમે તો હાંભળ્યું જ નય, હવે બીજીવાર કેમ હાંભળવા માગો છો? શું તમે પણ એના ચેલાઓ થાવા માગો છો?”