તઈ યહુદી લોકોના આગેવાનોએ જે માણસ પેલાથી જ આંધળો હતો, અને બીજીવાર બોલાવીને એનાથી કીધું કે, “પરમેશ્વરની હામે હાસુ બોલ કેમ કે, અમે તો જાણી છયી કે ઈ માણસ પાપી છે.”
જે પરમેશ્વરનો દીકરો ઈસુ ઉપર વિશ્વાસ કરે છે, ઈ જાણે છે કે, પરમેશ્વરે જે કાય કીધું છે ઈ હાસુ છે. પણ જેણે પરમેશ્વર ઉપર વિશ્વાસ નથી કરયો, એણે પરમેશ્વરને ખોટો ગણયો કેમ કે, એણે સાક્ષી ઉપર વિશ્વાસ નથી કરયો, જે પરમેશ્વરે પોતાના દીકરાની વિષે આપી છે.