24 તઈ યહુદી લોકોના આગેવાનોએ જે માણસ પેલાથી જ આંધળો હતો, અને બીજીવાર બોલાવીને એનાથી કીધું કે, “પરમેશ્વરની હામે હાસુ બોલ કેમ કે, અમે તો જાણી છયી કે ઈ માણસ પાપી છે.”
ઈ જોયને જે ફરોશી ટોળાના લોકોએ ઈસુને નોતર્યો હતો, ઈ વિસાર કરવા લાગ્યો કે, જો આ માણસ આગમભાખીયો હોત તો આ જે બાઈ એને અડે છે, ઈ કોણ છે અને કેવી છે? ઈ એને જાણતો એટલે કે, ઈ બાય ખરાબ જીવન જીવવાવાળી છે.
તેઓ તમને યહુદી લોકોની પરચાર કરવાની જગ્યામાંથી બારે કાઢી મુકશે, પણ ખરેખર ઈ વખત આવી રયો છે કે, જો કોય તમને મારી નાખશે, તો ઈ પોતે એમ વિસાર કરશે કે, આવું કરવાથી હું પરમેશ્વરની સેવા કરી રયો છું
જઈ મુખ્ય યાજકો અને મંદિરના રખેવાળોએ એને જોયને રાડ નાખી, “એને વધસ્થંભ ઉપર સડાવી દયો! એને વધસ્થંભ ઉપર સડાવી દયો.” પિલાતને એણે કીધું કે, “એને તમે લય જાવ અને વધસ્થંભ ઉપર સડાવી દયો. મે તો આમાં કાય ગુનો જોયો નથી.”
એની વાતને થોડાક ફરોશી ટોળાના લોકોનું ટોળું કેવા લાગ્યા કે, “ઈ માણસ પરમેશ્વરનો મોકલેલો નથી, કેમ કે ઈ વિશ્રામવારનો દિવસ નથી પાળતો,” થોડાક બીજા લોકોએ કીધું કે, “કોય પાપી માણસ આવા સમત્કાર નથી કરી હકતો,” ઈ વાતને લીધે એનામા ભાગલા પડી ગયા છે.
કેમ કે, જે કામ મુસાનું નિયમશાસ્ત્ર આપડા પાપીલા સ્વભાવને કારણે નબળો થયને નો કરી હકયું, એને પરમેશ્વરે કરયુ એટલે કે, પોતાના જ દીકરાને પાપીલા દેહની હરખામણીમાં અને આપડા પાપોની હાટુ બલિદાન થાવા હાટુ મોકલી દીધો અને પોતાના દીકરાના દેહ દ્વારા પરમેશ્વરે પાપના સામર્થ્યને તોડી દીધું.
ઈ વખતે યરુશાલેમ શહેરમાં એક મોટો ધરતીકંપ થ્યો અને શહેરના મહેલોનો દસમો ભાગ નાશ થય ગયો અને ઈ ધરતીકંપથી 7,000 લોકો મરી ગયા અને જે લોકો બસી ગયા હતાં તેઓ ગભરાયને રોવા લાગ્યા અને ઈ પરમેશ્વરની મહાનતાની મહિમા કરવા લાગ્યા જે સ્વર્ગમા છે.