21 પણ હવે ઈ કેવી રીતે જોવા લાગ્યો છે, અમને ઈ ખબર નથી, અમે ઈ પણ નથી જાણતા કે, અમારા દીકરાને કોણે જોતો કરયો છે, જે ઘણુય બોવ છે અને પોતે જવાબ દય હકે છે, તમે એને જ પુછી લો, ઈ પોતે જ કેહે.”
એનામાં બાપે ઈ હાટુ કીધું કે, તેઓ યહુદી લોકોના આગેવાનોથી બીતા હતાં કેમ કે, તેઓએ નક્કી કરી લીધું તુ કે, જો કોય વિશ્વાસ કરી લેય કે, ઈસુ મસીહ છે, તો એને યહુદી લોકોની પરચાર કરવાની જગ્યામાંથી કાઢી મુકવામાં આવે.