પણ ઈબ્રાહિમે એને કીધું કે, “ના, જો તારા ભાઈઓ મુસાનું નિયમશાસ્ત્ર અને આગમભાખીયાઓને નય હાંભળે તો તેઓ મરણમાંથી કોય તેઓની પાહે આવે, તો પણ તેઓનું હાંભળશે નય.”
એનામાં બાપે ઈ હાટુ કીધું કે, તેઓ યહુદી લોકોના આગેવાનોથી બીતા હતાં કેમ કે, તેઓએ નક્કી કરી લીધું તુ કે, જો કોય વિશ્વાસ કરી લેય કે, ઈસુ મસીહ છે, તો એને યહુદી લોકોની પરચાર કરવાની જગ્યામાંથી કાઢી મુકવામાં આવે.
ઈ હાટુ આપડે ઈ આરામની જગ્યામાં આવવા હાટુ જેટલી થય હકે એટલી કોશિશ કરવી જોયી, એવું નો થાય કે, કોય એની જેમ પરમેશ્વરની આજ્ઞા માનવાનો નકાર કરી દેય અને સજા ભોગવે.