13-14 જે દિવસે ઈસુએ થુકથી ધૂડનો ગારો બનાવીને એક આંધળા માણસને જોતો કરયો, ઈ વિશ્રામવારનો દિવસ હતો, ઈ હાટુ ઈ લોકો એને ફરોશી ટોળાના લોકોના ટોળા પાહે લય ગયા.
તો પણ યહુદી લોકોના આગેવાનોમાંથી બોવ ઈસુ ઉપર વિશ્વાસ કરયો, પણ ફરોશી ટોળાના લોકોના કારણે જાહેરમાં નોતા માનતા, આ બીકથી કે ક્યાક ઈ યહુદી લોકોની પરચાર કરવાની જગ્યામાંથી કાઢી નો નાખે.