12 તેઓએ એને પાછુ પુછયું કે, “ઈ માણસ ક્યા છે?” એને કીધું કે, “મને નથી ખબર.”
ઈસુના વિરોધી યહુદી લોકોના આગેવાનો હતાં તેઓ એણે તેવારમા ગોતતા હતાં, અને ઈ ક્યા છે ઈ વિષે તેઓ પૂછપરછ કરતાં હતા.
એણે જવાબ દીધો કે, “ઈસુ નામના એક માણસે ધૂડનો ગારો બનાવીને મારી આખુમાં લગાડીને, મને ઈ કીધું, જા અને તારું મોઢું શિલોઆમના કુંડમાં ધોય લે, તો મે ઈ કુંડમાં જયને મોઢું ધોયુ, અને હું જોવા લાગ્યો.”
જે દિવસે ઈસુએ થુકથી ધૂડનો ગારો બનાવીને એક આંધળા માણસને જોતો કરયો, ઈ વિશ્રામવારનો દિવસ હતો, ઈ હાટુ ઈ લોકો એને ફરોશી ટોળાના લોકોના ટોળા પાહે લય ગયા.