9 આ હાંભળીને જે લોકો ઈ બાયને ન્યા લયને આવ્યા હતાં એમાંથી નાના મોટા એક એક કરીને બધાય વયા ગયા, ઈ જાણીને કેય ઈ બધાય પાપી છે. ન્યા ઈસુ એકલો રય ગયો, અને ઈ બાય હજી લગી ન્યા જ ઉભી રયતી.
ઈ બતાવે છે કે, પરમેશ્વરનાં નિયમશાસ્ત્ર તેઓના હ્રદયોમાં લખેલુ છે, કેમ કે, તેઓ પોતાનો વિવેક દેખાડે છે કે, આ હાસુ છે કેમ કે, તેઓનો વિસાર કા તો એની ઉપર દોષ લગાડે છે કા તેઓને બતાવે છે કે, ઈ હાસુ કરી રયા છે.