પણ ઈસુ મૂંગો રયો, તઈ પ્રમુખ યાજકે એને ફરી કીધુ કે, “હું એને જીવતા પરમેશ્વરનાં હમ દવ છું કે, પરમેશ્વરનો દીકરો જે મસીહ છે, ઈ તુ જ છે કે નય? ઈ અમને કય દે.”
કેટલાક લોકો જેઓ ન્યા હતાં તેઓ ઈસુની ભૂલ ગોતવા હાટુ કારણ ગોતતા હતાં, ઈ હાટુ તેઓ એને ધ્યાનથી જોવા લાગ્યા જેથી તેઓ જોવે કે, ઈ એને યહુદી લોકોના વિશ્રામવારના દિવસે હાજો કરશે કે નય.