ઈ હાટુ ઈસુ ઈ વખતથી યહુદી લોકોની હામે જાહેરમાં નોતો આવતો, પણ ન્યાંથી વગડામાં પાહેના પરદેશમા એફ્રાઈમ નામના એક ગામમાં વયો ગયો. અને પોતાના ચેલાઓની હારે ન્યા જ રેવા લાગ્યો.
ચેલાઓએ ઈસુને કીધું કે, “રાબ્બી એટલે ગુરુ, થોડાક દિવસ પેલા તો યહુદી લોકોના આગેવાનો તને પાણા મારીને મારી નાખવા માગતા હતાં, તો પણ તુ પાછો ન્યા જાવા માગે છે?”